Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદોઢ વર્ષ પૂર્વે રસ્તા પર ફેંકી દેવાયેલ “અંબા” યાદ છે?, આ બાળકી...

દોઢ વર્ષ પૂર્વે રસ્તા પર ફેંકી દેવાયેલ “અંબા” યાદ છે?, આ બાળકી હવે ઇટાલીમાં રહેશે

શ્વાનના મુખમાંથી લોકોએ બચાવી હતી: લાખો લોકોએ તેના જીવન માટે પ્રાર્થના કરી હતી : ત્રણ મહિનાની સારવાર બાદ સ્વસ્થ થયેલ અંબાને ઇટાલીના દંપતીએ દત્તક લીધી

- Advertisement -

રાજકોટની અંબા હવે ઈટાલીની નાગરિક બનશે. સવા વર્ષ પહેલા રાજકોટની ભાગોળે બે ગામોની વચ્ચે તરછોડાયેલ અને લોહી લુહાણ હાલમાં અંબા મળી આવી હતી. અબાં હવે છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમમાં રહે છે.ઈટલીના ગુંથર દંપતીએ આ માસૂમને દત્તક લીધી છે. અને ચાર મહિના બાદ તે ઇટાલીની નાગરિક બનશે.

- Advertisement -

રાજકોટની ભાગોળે એક નિર્જન સ્થાનેથી છાતીમાં ઈજાના નિશાન અને શ્વાને દાંત ભરાવેલ હાલતમાં એક નાની બાળકી મળી આવી હતી. રસ્તા પર તરછોડી દીધેલ આ બાળકીને શ્વાન મોઢામાં લઇને જઈ રહ્યા હતા ત્યારે લોકોએ તને બચાવી હતી અને બાદમાં હોસ્પિટલ અર્થે સારવારમાં ખસેડવામાં આવી હતી. આ બાળકીની ત્રણ મહિના સુધી સારવાર કરાઈ હતી અને હાલ “અંબા” બિલકુલ સ્વસ્થ છે. રાજ્ય સરકાર દ્રારા અંબાની સારવાર માટે  6.5 લાખનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. હાલ બાળકી કાઠીયાવાડ બાલાશ્રમમાં રહે છે.

થોડા સમય પહેલા તેની દત્તકવિધિ માટે પ્રોસીજર કરવામાં આવી હતી. જેમાં ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં અંબા ઈટાલી પહોંચશે.અંબાને સ્પેશિયલ નિગરાની કેટેગરીમાં મુકવામાં આવી હતી.ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપતીએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.

- Advertisement -

અંબાનું જીવન બચાવવા માટે રાજકોટના કલેકટર,કમિશનરથી લઈને CM વિજય રૂપાણી સહીત લાખો લોકોએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી.  અને હવે તેણીને નવજીવન સાથે સાથે માતા-પિતાનો આશરો પણ મળ્યો છે. અને તે ઇટાલીની નાગરિક બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular