રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૬.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૧૦૦.૦૫ સામે ૫૨૨૩૧.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૦૫૪.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૩.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૮.૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૨૮.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૦૦.૮૫ સામે ૧૫૭૬૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૦૫.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૦.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૮૧.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સક્રમણની બીજી લહેર અત્યંત ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવા છતાં અને કોરોનાના પરિણામે દેશભરમાં વિવિધ રાજયોમાં લોકડાઉન યથાવત હોઈ આર્થિક મોરચે દેશને મોટું નુકશાન થઈ રહ્યાના અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યાના નેગેટીવ પરિબળો છતાં સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોએ તેજીની દોટ આગળ વધારી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં પીએસયુ કંપનીઓમાં મોટાપાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવા સંકેત અને કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં ઘણી કંપનીઓના પરિણામો પ્રોત્સાહક આવતાં અને પેટ્રોલ, ડિઝલના વધતાં ભાવોએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓની નફાશક્તિ વધી રહી હોઈ શેરોમાં ફંડોની તેજી રહી હતી.
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર અત્યંત ઘાતક નીવડી હોવા સાથે હવે આ સંક્રમણ ધીમું પડી રહ્યાના કેટલાક અહેવાલ-આંકડા વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં ફંડોએ શેરોમાં અવિરત તેજી કરી હતી. કોરોના સંક્રમણથી દેશભરમાં લોકડાઉનની પરિસ્થતિમાં આર્થિક વ્યવહારો મોટાપાયે થંભી ગયા હોઈ એક તરફ આર્થિક સંકટ ઘેરાઈ રહ્યા સામે કેન્દ્ર સરકાર અને ઉદ્યોજકો દ્વારા રાહતના લેવાઈ રહેલાં સરાહનીય પગલાંની પોઝિટીવ અસરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા દેશના માથે આવી પડેલા આ મહાસંકટ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી પૂરી શકયતાએ આજે ફંડોએ તેજી કરતાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઇનાન્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૮૮ અને વધનારની સંખ્યા ૨૩૨૬ રહી હતી, ૧૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૬૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે ગત સપ્તાહ ઐતિહાસિક પૂરવાર થયું હતું. ગત સપ્તાહમાં નિફ્ટી ફ્યુચરે નવી ઓલટાઈમ હાઈ સપાટીની રચના કરી છે. જ્યારે, સેન્સેક્સ તેની વિક્રમી સપાટીની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ બીએસઇના માર્કેટ કેપે. પણ નવો વિક્રમ રચ્યો છે. વિતેલા સપ્તાહમાં મહત્વના આર્થિક ડેટાની જાહેરાત થઇ હતી જે નેગેટીવ રહ્યા હતા. આ ઉપરાંત સપ્તાહના અંતે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની જાહેરાત થઇ હતી. જેમાં વ્યાજદર યથાવત રખાયા હતા. આ અહેવાલો વચ્ચે પણ શેરબજારમાં નવા વિક્રમ રચાયા હતા.
ગત સપ્તાહે સેન્સેક્સમાં અંદાજીત ૧.૩% અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧.૫%નો સુધારો નોંધાયો હતો. જો કે, આ સમય દરમિયાન સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સ અનુક્રમે ૩.૩% અને ૩.૯% વધ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય શેરબજારોમાં વર્તમાન તોફાની તેજી મામલે શંકા બતાવીને રોકાણકારોને સાવચેત દીધા છે, જેથી આગામી દિવસોમાં આ સાવચેતીને ધ્યાનમાં લઈને ઉછાળે નફો બુક કરવું સલાહભર્યું રહેશે.
તા.૦૮.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૭.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૪૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૭૦૭ પોઈન્ટ થી ૧૫૬૭૬ પોઈન્ટ ૧૫૬૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૭.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૫૯૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૨૭૨ પોઈન્ટ થી ૩૫૦૦૮ પોઈન્ટ, ૩૪૯૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૬૩૨ ) :- ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૦૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૫૩ થી રૂ.૧૬૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૭૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૧૩ ) :- રૂ.૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૭ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- અમરરાજા બેટરી ( ૭૬૫ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૮ થી રૂ.૭૮૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટીવીએસ મોટર ( ૬૫૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૬૭ થી રૂ.૬૭૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૧૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૧૯ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૧૦૬ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- રામકો સિમેન્ટ ( ૯૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૭૭ થી રૂ.૯૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ ( ૮૮૨ ) :- ૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૯૬૬ થી રૂ.૯૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )