Saturday, December 28, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆ દેશમાં ટ્વીટર પર પ્રતિબંધ લગાવાયો !

આ દેશમાં ટ્વીટર પર પ્રતિબંધ લગાવાયો !

- Advertisement -

ભારતમાં આઈટી નિયમોનું પાલન કરવા અંગે સરકાર અને ટ્વીટર વચ્ચે ધમાસાણ ચાલી રહી છે. ત્યારે નાઇજિરીયાએ ટ્વિટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બે દિવસ પહેલા જ ટ્વિટર દ્વારા નાઇજિરીયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીની એક પોસ્ટ ડીલીટ કરવામાં આવી હતી. આ સંદર્ભે નાઇજિરીયામાં અચોક્કસ સમય સુધી ટ્વીટરન ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

- Advertisement -

મોહમ્મદએ કહ્યું હતું કે  સંઘીય સરકારે રાષ્ટ્રીય પ્રસારણ આયોગને નાઇજિરીયામાં તમામ ઓટીટી અને સોશિયલ મીડિયાને લાઇસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરવા પણ નિર્દેશ આપ્યો છે.” બુધવારે ટ્વિટરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બુહારીની પોસ્ટ, કે જેમાં દોષી જૂથોને સરકારી ઇમારતો ઉપર હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે, તેણે ટ્વિટરની અપમાનજનક વર્તન નીતિનું ઉલ્લંઘન કર્યું છે. તેથી જ પોસ્ટ હટાવવામાં આવી રહી છે. માટે નાઈજીરીયામાં ટ્વીટરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કેટલાક દિવસો પહેલાં નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં ગૃહયુદ્ધનો ઉલ્લેખ કરવાની સાથે પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. પૂર્વ આર્મી જનરલ રહેલા બુહારીના નિવેદનમાં દક્ષિણ-પૂર્વમાં ભડકેલી હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં પોલીસ અને ચૂંટણી અધિકારીઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આશરે 50 વર્ષ પહેલાં 30 મહિના સુધી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.મોહમ્મદ બુહારીએ લખ્યું હતું કે ‘જે આજે ખરાબ વર્તન કરી રહ્યું છે એવા લોકોને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએ, જેમાં તેમને સમજ પડે છે.’ ટ્વિટર ગાઈડલાઈનનું પાલન ના કરવાના કેસમાં ડિલિટ કરી દીધું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular