Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતગૌણ સેવા પસંદગી મંડળે 3 પરીક્ષાની તારીખો જાહેર કરી

ગૌણ સેવા પસંદગી મંડળે 3 પરીક્ષાની તારીખો જાહેર કરી

- Advertisement -

ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.    17 અને 24 જુલાઈએ અલગ અલગ ત્રણ પોસ્ટની પરીક્ષા યોજવામાં આવશે. 17 જુલાઈએ એડિશનલ ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસરની 114 જગ્યા માટે પરીક્ષા યોજાશે. જયારે એકાઉન્ટ ઓડિટરની 30 જગ્યા માટે પણ 17 જુલાઈએ પરીક્ષા યોજવામાં આવશે. 24 જુલાઈએ સિનિયર ક્લાર્કની 900 પોસ્ટ માટે પરીક્ષા યોજવામાં આવશે.

- Advertisement -

કોરોના વાયરસની મહામારીના પરિણામે GPSC દ્રારા મૌકુફ રાખવામાં આવેલ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. GPSC ની 146 પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.13 જુનથી વિવિધ પરીક્ષાઓ યોજાશે. ત્યારે માહિતી નિયામકની પણ અગાઉ મૌકુફ કરાયેલ પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તો આજે રોજ એડિશનલ ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર, એકાઉન્ટ ઓડિટર તથા સીનીયર ક્લાર્કની અલગ અલગ ત્રણ પરીક્ષાઓની આજે રોજ તારીખ જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular