Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરઆજથી જી.જી. હોસ્પિટલ સહીત તમામ સરકારી હોસ્પિટલમાં મા કાર્ડની કામગીરી શરુ

આજથી જી.જી. હોસ્પિટલ સહીત તમામ સરકારી હોસ્પિટલમાં મા કાર્ડની કામગીરી શરુ

- Advertisement -

મા કાર્ડને લઈને સરકાર દ્રારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી એજન્સીઓમાં મા કાર્ડની નોંધણી કરાવવામાં આવશે નહી. 31 મે થી આ એજન્સીઓ રદ કરવાનો નિર્ણય સરકાર દ્રારા લેવામાં આવ્યો છે.હવેથી જામનગરની જીજી હોસ્પિટલ સહીત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મા કાર્ડની કામગીરી કરવામાં આવશે. તમામ જીલ્લાઓમાં આ કામગીરી શરુ કરવામાં આવી હોવાથી લાભાર્થીઓએ મુશ્કેલીઓનો સામનો નહી કરવો પડે.

- Advertisement -

જામનગરની જીજી હોસ્પિટલમાં પણ આજથી મા કાર્ડને લગતી તમામ કામગીરી શરુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના સાથે જોડાયેલ મા કાર્ડની નોંધણીને લગતી  કામગરી  કરતી એજન્સીને રદ કરવામાં આવી છે.તેને લગત કામગીરી હાલમાં જે તે જીલ્લા-તાલુકાની મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના સાથે જોડાયેલ સરકારી હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્રારા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇપણ લાભાર્થી ઉપરોક્ત સ્થળે જઈ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ બતાવીને પોતાનું નવું કાર્ડ કઢાવી શકે છે. તેમજ કાર્ડમાં ફેરફાર પણ કરાવી શકે છે. હાલમમાં આ કામગીરી બધા જ જીલ્લામાં શરુ થઇ હોવાથી કોઈપણ લાભાર્થીઓને મુશ્કેલીઓ પડશે નહી.

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મા કાર્ડ બનાવવાની કામગીરી બંધ હોવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે હવેથી સરકારે મા કાર્ડ બનાવવા માટે કે રીન્યુ કરાવવા માટેની કામગીરી સરકારી હોસ્પિટલોમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular