Sunday, December 22, 2024
Homeરાજ્યભાણવડ તાલુકામાં ખેતીવાડી ઇનપુટ વિતરણમાં સબસીડીમાં વિસંગતતા બાબતે રજુઆત

ભાણવડ તાલુકામાં ખેતીવાડી ઇનપુટ વિતરણમાં સબસીડીમાં વિસંગતતા બાબતે રજુઆત

- Advertisement -

ભાણવડ તાલુકામાં તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા મારફત ખેડુતોને બિયારણ વિતરણમાં આપવામાં આવતી સબસીડીમાં ખૂબ જ વિસંગતતા જોવા મળી છે.

હાલ મગફળી આખી જી.22 નંબરનું વિતરણ ચાલુ છે. તેમાં 30 કિલો માટે રૂા.2200 ખેડૂતોએ ભરવા પડે છે. તે મુજબ 20 કિલોના રૂા.1466 થાય છે. જ્યારે ખુલ્લી બજારમાં અને સારી કવોલીટીની મગફળીનો કવોલીટીની મગફળીનો ભાવ રૂા.1250 થી 1350 છે. અને સરકારી મગફળીની કવોલીટી પણ નબળી છે.

આમ સરકારી બિયારણમાં સબસીડી બાદ કરતાં ખેડૂતોએ જે પૈસા ભરવાનાં થાય છે તે સરખા ભાવે અથવા ઓછા ભાવે ખુલ્લી બજારમાંથી ખેડૂતોને સારી કવોલીટીનું બિયારણ મળી રહે છે તો આ સબસીડીના નામે ખેડૂતોની સરકાર દ્વારા મજાક કરવામાં આવી રહી છે. જે બાબતે જિલ્લા પંચાયતના સભ્ય કે.ડી.કરમુર દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular