કોરોના કાળ દરમ્યાન બીજી લહેર અતિ ગંભીર હોવાથી દ્વારકા વહીવટી તંત્ર દ્વારા એપ્રિલ મહિનાની 12 તારીખથી જગત મંદિર ભકતો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે પરંતુ જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માગતું તેથી તા.10 જૂન સુધી મંદિરનાં દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મંદિર પૂજારી પરિવાર દ્વારા ભોગ-આરતીની ક્રિયાઓ રાબેતા મુજબ કરવામાં આવશે જેનું મંદિર વેબ સાઈટ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.