ડુંગરજશ ઝવેર સમય પ્રભા દિવ્યા ગુરૂણીના સુશિષ્યા પરમપૂજ્ય પુષ્પાબાઇ મ.સ આજરોજ જામનગર મુકામે કાળધર્મ પામ્યા છે. આજે તેમનો 20મો ઉપવાસ અને સંથારાનો 13મો દિવસ હતો. આજરોજ સાંજે ચાંદીબજાર સંઘમાંથી તેઓની પાલખી યાત્રા યોજાઇ હતી.
જેમાં જૈનસમુદાયના વિવિધ સંઘના ટ્રસ્ટીઓ, આગેવાનો તથા જૈનસમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ભારે હૈયે પાલખીયાત્રામા પૂજ્ય મહાસતીજીની પાલખી યાત્રા દરમિયાનના અંતિમ દર્શન કર્યા હતા.