Saturday, January 11, 2025
Homeરાજ્યગુજરાતધો.10નું પરિણામ જુનના અંતિમ અઠવાડિયામાં, આ રીતે માર્ક્સ અપાશે

ધો.10નું પરિણામ જુનના અંતિમ અઠવાડિયામાં, આ રીતે માર્ક્સ અપાશે

- Advertisement -

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્રારા ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે આજે રોજ ધો.10ના વિદ્યાર્થીઓના પરિણામ માટે મુલ્યાંકન પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. જુનના અંતિમ અઠવાડિયામાં માર્કશીટ આપવામાં આવશે.

- Advertisement -

ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિમ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ ને ધોરણ 9ના પરિણામ હેઠળ માર્ક્સ આપવામાં આવશે, ધોરણ 9 ની પ્રથમ ,બીજી અને અંતિમ પરીક્ષા સહિત ધોરણ 10ના વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી સહિત પ્રથમ અને બીજી પરીક્ષા હેઠળ વિદ્યાર્થીઓ ની માર્કશીટ ત્યાર કરવામાં આવશે, રાજ્ય સરકારે 11 સભ્યોની કમિટિની બેઠક આગમી સપ્તાહે મળશે .10 જૂન પહેલા ધોરણ 10 વિદ્યાર્થીઓની માર્કશીટ જાહેર કરાશે. રાજ્ય સરકારે બનાવેલી 11 સભ્યોની કમિટી દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓનું બે ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે.

- Advertisement -

ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ, ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે,ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે,શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે.જે મુજબ માર્કશીટ બનાવતી વખતે ધોરણ 9 અને 10ની સામયિક કસોટીના ગુણ ધ્યાનમાં લેવાશે. ધોરણ-9ની પ્રથમ બીજી અને અંતિમ પરીક્ષા સહિત ધોરણ-10ના વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પણ ધ્યાને લેવાશે. 100 પૈકી 80 ગુણ માટે ધોરણ-9ની સામયિક કસોટી ધ્યાને લેવાશે. એટલે કે શાળાકીય કસોટી અને પરીક્ષાઓના આધારે 80 ગુણ આપવામાં આવશે જ્યારે કે ધોરણ-9ની બીજી સામયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ ગણાશે. 50 ગુણમાંથી 40 ટકા ગુણ રૂપાંતરિત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular