જામનગર તાલુકાના સચાણા ગામમાંથી એસઓજીની ટીમે રેઇડ દરમિયાન 1.67 લાખના ડીઝલના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં આધારપુરાવા વગરના ડીઝલનો જથ્થો હોવાની એસઓજીના અરજણ કોડિયાતર, ઘનશ્યામ ડેરવાડિયા, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ એસ નિનામા તથા પીએઅસાઈ આર.વી.વીંછી, વી.કે. ગઢવી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ઈમ્તિયાઝ જાકુ ગંઢાર નામના માછીમારી કરતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1,67,250 ની કિંમતના 1950 લીટર ડીઝલ ભરેલા 30 કેરબા મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતા ઈમ્તિયાઝ પાસે ડીઝલના જથ્થાનો આધારપૂરાવો ન હોવાથી એસઓજીની ટીમે શક પડતી મિલકત તરીકે ડીઝલનો જથ્થો કબ્જે કરી શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


