Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆજથી ગુગલ ફોટોઝ પર અનલિમિટેડ સ્ટોરેજ નહી થાય, 1મહિનાના આટલા રૂપિયા ચુકવવા...

આજથી ગુગલ ફોટોઝ પર અનલિમિટેડ સ્ટોરેજ નહી થાય, 1મહિનાના આટલા રૂપિયા ચુકવવા પડશે

- Advertisement -

ગુગલ ફોટોઝ પર ઉપલબ્ધ નિઃશુલ્ક અનલિમિટેડ સ્ટોરેજ આજથી ખત્મ થઇ જશે.મતલબ કે તમારે હવે કઈ પણ સ્ટોર કરવા માટે પૈસા ચુકવવા પડશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીએ કહ્યું હતું કે યુઝર્સે 1 જૂન, 2021 પહેલાં તેમનું બેકઅપ લઇ લેવું જોઈએ. કારણકે 1 જૂનથી, વપરાશકર્તાઓ ગૂગલ ફોટોઝ પર યુઝર્સ હાઈ ક્વોલીટી ફોટોઝ અને વિડીઓ અપલોડ કે ડાઉનલોડ કરી શકશે નહી.

- Advertisement -

પહેલા ગોગલ ફોટોઝ પર અનલિમિતેડ હાઈક્વોલીટી ફોટોઝ અને વિડીઓ અપલોડ કરી શકાતા હતા. પરંતુ હવે આ માટે ફક્ત 15GB જ જગ્યા મળશે. આટલી જગ્યા કંપની જીમેલના બધા એકાઉન્ટ યુઝર્સને મફત આપે છે. આટલી જગ્યા તમારે ફોટા, વિડિઓ, જીમેલ, ફાઇલો સાથે અન્ય ડેટા પણ સ્ટોર કરવા પડશે. અને સ્ટોરેજ ફૂલ થતાં તમારી ફાઇલો અપલોડ નહી થાય.

ગૂગલ ફોટોઝના પેઇડ સ્ટોરેજ માટે, તમારે one.google.com  પર જવું પડશે. અહીં તમને બધી યોજનાઓની વિગતો જોવા મળશે 15GB ની યોજના ડીફોલ્ટ રૂપે સેટ કરવામાં આવી છે, જે સંપૂર્ણ ફ્રી છે. આ પછી100GB ડેટા સ્ટોર કરવા માટે  દર મહિને 130 રૂપિયા તેમજ વાર્ષિક રૂ .1300, 200GB માટે એક મહિનાના 210 રૂપિયા અને વાર્ષિક રૂ. 2100, 2TB ડેટા સ્ટોર કરવા માટે  મહિનાના 650 રૂપિયા અને વાર્ષિક 6500, 10TB માટે દર મહિને 3250 રૂપિયા, 20TB માટે દરમહિને 6500, 30TB માટે મહિનાના રૂ.9750 ચુકવવાના રહેશે. આ નિયમ આજથી લાગુ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular