જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હાપા માર્કેટ યાર્ડમાં ગઇકાલે સોમવારે એક જ દિવસમાં માત્ર પાંચ કલાકમાં 10,000 ગુણી અજમાની આવક થઇ હતી. જેને લઇને યાર્ડમાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી અજમાની આવક બંધ કરવામાં આવી છે.
જામનગર માર્કેટીંગ યાર્ડ ગઇકાલે સોમવારે જણસોથી ઉભરાયું હતું. ગઇકાલે યાર્ડમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અજમાની આવક ખોલવામાં આવી હતી. આ દરમિયાન માત્ર પાંચ કલાકમાં 10,000 ગુણી આવક થઇ હતી. ખેડૂતોને સારા ભાવો મળી રહ્યાં હોય, હાલમાં યાર્ડમાં જણસીની ભરપૂર આવક થઇ રહી છે. ગઇકાલે અજમાની 10,000 ગુણીની આવક થયા બાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી અજમાની આવક બંધ કરવામાં આવી હતી. તેમ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલની યાદીમાં જણાવાયું હતું.