Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોના રીકવરી રેટ 92%, આજે 2 મહિના બાદ સૌથી ઓછા કેસ...

દેશમાં કોરોના રીકવરી રેટ 92%, આજે 2 મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા

- Advertisement -

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. અપ્રિલ અને મે મહિનામાં નોંધાયેલા કેસ કરતા આજે નોંધાયેલા કેસનો આંકડો આંશિક રીતે રાહત આપનાર છે. છેલ્લા બે મહિનામાં આજે સૌથી ઓછા કેસ નોંધાયા છે. સ્વસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા 24કલાકમાં કોરોનાના 1.27લાખ કેસ નોંધાયા છે.

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 127510 કેસ નોંધાયા છે. તો 2781 દર્દીઓના મૃત્યુ થયા છે. 1મહિના બાદ મોતનો આંકડો 3000ની નીચે પહોચ્યો છે. તો દેશમાં એક જ દિવસમાં 2.54લાખ દર્દીઓ સ્વસ્થ થયા છે. રીકવરી રેટ વધીને 92% થયો છે.એક્ટીવ કેસની સંખ્યા એક દિવસ દિવસમાં 103131 ઘટી ગઈ છે. દેશમાં હાલ 1890975 એક્ટીવ કેસ છે.કોરોનાનું સંક્રમણ ફેલાતુંઅટકાવવા માટે હજુ પણ મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યું જેવા પ્રતિબંધો છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો સોમવારે રાજ્યમાં 1,681 લોકો કોરોના સંક્રમિત થયા છે.જયારે 4,721 લોકો સાજા થયા. અને 18 લોકોના મૃત્યુ થયા છે.કોરોના સામેની લડતમાં સરકાર દ્વારા રસી રસીકરણની ઝુંબેશ ચલાવાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 27.80 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular