Wednesday, December 25, 2024
Homeરાજ્યજામજોધપુરમાંથી 29 તોલા સોનાની ચોરીમાં ચાર તસ્કર ઝડપાયા

જામજોધપુરમાંથી 29 તોલા સોનાની ચોરીમાં ચાર તસ્કર ઝડપાયા

કાલાવડથી જામનગર તરફ આવતા સમયે મહાપ્રભુજીની બેઠક પાસેથી એલસીબીની ટીમે દબોચ્યા : 25 તોલા સોનાના ઢાળિયા અને બે બાઈક તથા ચાર મોબાઈલ કબ્જે : રિમાન્ડ મેળવવા તજવીજ

- Advertisement -

જામજોધપુરમાં સુભાષ રોડ પર આવેલા સોનાના કારીગરની દુકાનમાંથી તસ્કરોએ 10 દિવસ પૂર્વે તાળા તોડી 29 તોલા સોનુ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરી ગયાની ઘટનામાં જામનગર એલસીબીએ રાજકોટના ચાર શખ્સોને ઝડપી લઇ 25 તોલા સોનુ અને બે બાઈક તથા ચાર મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં સુભાષ રોડ પર ભૂત મેડી પાસે રહેતા હનીફભાઇ કરીમભાઇ શેખ નામના પરપ્રાંતિય સોની વેપારીની દુકાનના ગત તા.20 ના રાત્રિના સમયે તસ્કરોએ તાળા તોડી અંદરથી રૂા.11,60,000 ની કિંમતનું 29 તોલા સોનુ સીસીટીવી કેમેરાનું ડીવીઆર વગેરે મુદ્દામાલની ચોરી થઇ ગઇ હતી. ચોરીના બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પછી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ એસઓજીની ટુકડી તથા જામજોધપુર પોલીસ વગેરે સંયુકત રીતે ચોરીનો ભેદ ઉકેલવા માટે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી. અને ચોતરફ દોડધામ કરી હતી. દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા અને દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે જામનગર-કાલાવડ રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન કાલાવડથી આવતી જીજે-03-જેકયુ-1414 અને જીજે-03-કેઈ-3331 નંબરની બે બાઈકોને આંતરીને ભાવેશ સુરેશ પરીયા, મોહિત હસમુખ વીછણીયા, રવિ રાજુ સોલંકી અને અનિલ ઉર્ફે મનિયો ચતુર સતાપરા (રહે. ભાવનગર રોડ ચુનારાવાડ ચોક રાજકોટ) નામના ચાર શખ્સોએ આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.11,25,100 ની કિંમતની 25 તોલાના સોનાના નાના ઢાળિયા અને રૂા.50,000 ની કિંમતના બે બાઈક તથા રૂા.20 હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા.11,95,100 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી માટે જામજોધપુર પોલીસને સોંપી આપ્યા હતાં. જેના આધારે પોલીસે ચારેય તસ્કરોની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular