Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલે ડોકટરો મનાવશે બ્લેક ડે: બાબા રામદેવ માટે વધુ એક કડવો ડોઝ

આવતીકાલે ડોકટરો મનાવશે બ્લેક ડે: બાબા રામદેવ માટે વધુ એક કડવો ડોઝ

- Advertisement -

યોગ ગુરૂ બાબા રામદેવના ડોકટર્સ અંગેના નિવેદનને લઇ ભારે ઘમસાણ મચ્યું છે અને દરરોજ બાબા રામદેવની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ અસોરિએશન (આઇએમએ) બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ અસોશિએશને (એફએઆઇએમએ) પણ બાબાને કાયદાકીય નોટિસ મોકલી છે. ત્યારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ અસોશિએશન ઇન્ડિયા (ફોર્ડા)એ 1 જૂનના રોજ દેશભરમાં બ્લેક ડે ઉજવાની જાહેરાત કરી છે.

કોરોના વેકિસનેશન અને એલોપથી અંગેના બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમના વિરૂધ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાની જાહેરાત કરી છે. ફોર્ડાના અધ્યક્ષ ડોકટર મનીષના કહેવા પ્રમાણે સંસ્થા સાથે સંકળાયેલા દેશના તમામ રેજિડેન્ટ ડોકટર્સ અસોશિએશન(આરડીએ) 1 જૂનના રોજ બ્લેક ડે ઉજવશે.

ડોકટર મનીષે જણાવ્યું કે, કોરોના ડયુટીમાં લાગેલા તમામ ડોકટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ પીપીઇ કીટ પર કાળી પટ્ટી બાંધીને કામ કરશે. સાથે જ વ્હોટ્સએપ પર પોતાનો ડીપી પણ બ્લેક કરી દેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular