એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને એક રેડિયો શોમાં આ દાવો કર્યો હતો કે, મેહુલ ચોકસી તેની ગલફ્રેન્ડ સાથે ડોમિનિકા ફરવા ગયો હતો ત્યાં તે પકડાઇ ગયો હતો. દરમિયાનમાં ભારતે પંજાબ નેશનલ બેંક(પીએનબી)સાથે લોન છેતરપિંડીના આરોપી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ દસ્તાવેજ ખાનગી વિમાનથી ડોમિનિકા મોકલી દીધા છે.
એન્ટીગુઆના મીડિયાએ જણાવ્યું કે કતાર એરવેઝનું એક ખાનગી વિમાન આ દસ્તાવેજ લઇને ડોમિનિકાના ડગલન ચાર્લ્સ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. તેના પછી ચોકસીના ભારતમાં પ્રત્યાપર્ણ કરવાની અટકળો વહેતી થઇ હતી. જોકે, ડોમિનિકા હાઇકોર્ટે ચોકસીના દેશથી બહાર જવા પર આગામી આદેશ સુધી રોક લગાવી છે. હાઇકોર્ટ આ મામલે 2 જૂને સુનાવણી કરશે.
એન્ટીગુઆના વડાપ્રધાન બ્રાઉને કહ્યું કે ચોકસીને પાછો દેશમાં નહીં આવવા દઇએ. ડોમિનિકા તેઓ સીધો ભારતને સોંપી દે. બ્રાઉને આરોપ મુકયો હતો કે એન્ટીગુઆરમાં વિપક્ષી દળ યુનાઇટેડ પ્રોગ્રેસિવ પાર્ટી ચોકસીને સમર્થન આપી રહી છે. યુપીપીના નેતા જમાલે પ્રિંગલેએ ચોકસીના પરિવાર સાથે ગેરકાયદે ફન્ડિંગ સંબંધિત સમજૂતી કરી છે. તેના બદલામાં પીપીપી સાંસદ ચોકસીના પક્ષમાં અવાજ ઉઠાવશે. માહિતી અનુસાર ડોમિનિકામાં પણ વિપક્ષ ચોકસીને સમર્થન આપી રહ્યું છે.
કૌભાંડી મેહૂલ ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયો હતો!
ત્રણ દિવસમાં મેહૂલને લગતાં સમાચારોનો ઢગલો થયો