LAC પર ચીની સેનાએ અભ્યાસની વચ્ચે આર્મી અને એરકોર્સ ચીફનું નિવેદન સામે આવ્યું છે. એકબાજુ આમી ચીફ નરવણેએ સરહદ પર સેનાની સ્થિતિની માહિતી આપી. તો વાયુસેના પ્રમુખ આર.કે.ભદૌરિયાએ પણ લદ્દાખ સરહદની મુલાકાત લીધી છે. આર્મી ચીફે કહ્યું કે ભારત પોતાની સરહદ પર એકતરફી બદલાવ માટે મંજૂરી કયારેય આપશે નહીં. સાથો સાથ અમારો પ્રયાસ રહશે કે એપ્રિલ 2020ની જેમ જ બંને સેનાઓની યથા સ્થિતિ પુન:સ્થાપિંત રહે. નરવણે એ સ્પષ્ટ કહ્યું કે ભારતની ઉત્તર સરહદથી લાગેલા વિસ્તારમાં મહત્વપૂણ વિસ્તારો પર આપણા જવાનોનું નિયંત્રણ પહેલાં જેવું જ બન્યું છે. તેમણે આગળ કહ્યું કે પૂર્વ લદ્દાખમાં આપણી સેના ચીનની સાથે દ્રઢતાથી અને તણાવ વધાર્યા વગર મોરચા પર લાગેલી છે. કોઇપણ સ્થિતિને નાથવા માટે આપણી પાસે પૂરતા જવાન છે. સેના પ્રમુખે કહ્યું ક ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે કે તમામ વિવાદાસ્પદ પોઇન્ટસ પરથી સૈનિકોની વાપસી થવાથી પહેલાં તણાવ ઓછો થઇ શકે નહોં.
આ બધાની વચ્ચે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એસ.ભદૌરિયા શુક્રવારના રોજ લેહ પહોંચશે. અને ચીન સરહદથી અડીને આવેલા સૈન્ય ક્ષેત્રોનો પ્રવાસ કયો. ભદ રિયાએ કહ્યું કે અહીં વાયુસેનાના અધિકારીઓ સાથે સુરક્ષા પર વાત થઇ અને જવાનોનો હોંસલો વધાર્યો. લેહ અને કારગિલ જિલ્લામાં વાયુસેનાની ઓપરેશનલ તૈયારીઓની માહિતી લેતા વાયુસેના પ્રમુખે અધિકારીઓની સુરક્ષા સ્થિતિ પર વાત ડરી.
LAC પર ફરી સળવળાટ : ડ્રેગનની ડ્રીલ,આર્મી ચીફ નરવણેનો જવાબ
ભારત સરહદ પર એકતરફી બદલાવ માટે કયારેય મંજૂરી આપશે નહીં