વાહ થ્રિ ચિયર્સ ટુ ઓલ
નિફ્ટી ઓલ ટાઈમ બંધ આવેલ છે. આનો બધો શ્રેય તમે સૌ ઇન્વેસ્ટર/રોકાણકારોને જાય છે.
નિફ્ટીની રિયલ તેજીની શરૂઆત 2001 ના વર્ષ થી થઈ જયારે નીચામાં નિફ્ટી 800 ની સપાટી બતાવી હતી.
ત્યાર પછી ઈલિઅટ વેવના સંદર્ભમાં “એ”, “બી” ‘અને ”સી’ બનાવીને 849 પાસે વેવ બીજો કર્યો. ત્યાંથી વર્તમાન જે 6357 પાસે વર્ષ 2008 માં પુરી થઇ. તે પછી નીચામાં 2539 પાસે બોટમ બની અને તેજી શરુ થઇ જે હજી ચાલુ છે. આવનારા 2 થી 3 સપ્તાહમાં નિફ્ટી 15625 થી લઇને 15876 સુધી જશે અને ત્યાંથી સારા પ્રત્યાઘાતી તબક્કો જોવા મળશે. હવે તેજીનું ગાંડપણ અને “તમે કમાઈ ગયા અને અમે રહી ગયાની લાગણી
જોવા મળશે.
આવનારા સપ્તાહ માટે ની ઉપરના અગત્યના પ્રતિકાર લેવલ 15555 — 15674 – 15879 અને 15998 તબક્કાવાર જોવા મળે.
આવીજ રીતે આવનારા સપ્તાહ માટે ની નીચેના અગત્યના ટેકાના લેવલ 15230 – 15026 અને તે પછી તેણીમાં રહેવું નહિ.
આ સપ્તાહમાં જે શેરોમાં કમાણી અથવા ભાવ વધવાની સંભાવના છે તે શેરોની ચર્ચા કરીશુ
1) ઇન્ડુસઇન્ડ બેંક 2) એસ્કોર્ટ 3) એચ ડી એફ સી બેંક 3) એચ ડી એફ સી લાઈફ 4) આર બી એલ બેંક
હવે દરેક કંપીનીની છણાવટ કરીયે
1) ઇન્ડુસઇન્ડ બેંક બંધ તાજેતરમાં 1123 ઊંચા મથાળે ત્રણ તબક્કા નીચામાં 811 નો ભાવ જોવા મળ્યો અને પછી સુધારાની પ્રક્રિયા જોવા મળી. તે પછી 891 ની બોટમ અને તા પછી રૂ 971 ઈન હાયર બોટમ
બનાવી અને તેની ઉપર બંધ આપેલ આ સાથે 1005 વચગાળાનું મથાળું પસાર કરી સાથે આ સાથ નજીકના બને ટોપ 1005 અને 971 ને કુદાવીને તેને પસાર કરવામાં સફળ થયેલ છે. હવે નવા ઝોનમા જવાની કોશિશ થઈ રહી છે. નજીકના વચગાળાનો ટોપ 971 ની પસાર કરેલ છે જેથી એ + સી નો રેશિઓ જોતા હવે ૧૦૨૮ ની ઉપર બંધ આવતા ઘટે 1137 અથવા 1150 નું ટાર્ગેટ આવે તેવી ધારણા રાખી શકે.
અગત્યના લેવલ તેજી માટે 1039. – 1056 – 1084 – 1101
અને ટેકાના લવેલ – 994 – 966 – 949 – 921 –
ઈમ્પોર્ટન્ટ સ્ટોપ 984 બંધ ભાવ નીચે.
2) એસ્કોર્ટ: બંધ રૂ 1170 ફયુચર ભાવ: સારા પરિણામો જાહેર થવા છતાં લૉઅર ટોપ અને લોઅર બોટમની પ્રક્રિયા ચાલુ છે. હાલમાં નીચેની તરફ જતી ચેનલમાંથી પસાર થતો જોવાય છે અને બરોબર પ્રતિકાર સપાટી પાસે જ શુક્રવારના દિવસે બંધાવેલ છે, ઇન્ડિકેટર સુધારા તરફી બની ચૂક્યું છે અને ઓવરસોલ લેવલથી દૂર થઈ રહ્યું છે. હવે વચગાળાનું 1996 કુદાવતા ઝડપથી 1200 કુદાવે તો 1250 ભાવ જોવા મળવાની સંભાવના દેખાઈ છે નવો વેપાર 1996 અથવા 1200 ઉપર લઈને વેપાર કરવો અને ટૂંકા થી મધ્યમ ગાળામાં 1250 પાસે નફો બુક કરવો
અગત્યના લેવલ: 1203 / 1236 અને 1276
અગત્યના ટંકના લેવલ 1130 – 1090
સ્ટોપ લોસ્સ રૂ 1089
3) એચ ડી એફ સી લાઈફ: બંધ રૂ 671: અતિશય ઓવરસોલ્ડ લેવલથી સુધારાની ચાલ શુક્રવારના રોજ જોવા મળી છે. અને હવે રૂ 677 ઉપર ટ્રેડ કરેતો તેજીનો વેપાર કરી શકો. રૂ 679 ઉપર તેજી જોર પકડે અને વધથતે રૂ 700 થી 707 નો ભાવ જોવા મળે.
અગત્યના લેવલ: 679 – 688 – 699
અગત્યના ટેકાના લેવલ 659 અને 648
સ્ટોપ લોસ્સ રૂ 659
4) આર બી એલ બેંક: રૂ 217.25 ફયુચર: ઊંચામાં રૂપિયા 270 નો બનાવ્યા પછી ઘટાડામાં 169 ની બોટમ બનાવી તે પછી 170 ની હાયર બોટમ બની અને ધીમી પણ સંગીન ગતિએ સુધારા તરફી ચાલ આગળ વધી રહી છે અને અગાઉના 219 ના વચગાળાના ટોપ પાસે બંધ આવેલ છે પાછલા ચાર સપ્તાહમાં તેજી તરફી ચાલ આગળ વધતી જોવાય છે અને હવે 220 ઉપર બંધ આવતાં તેજીનું જોર પકડે અને ઝડપી સુધારો દેખાય તેવી સંભાવના છે હાલના ભાવે રૂપિયા 210 સ્ટોપલોસ રાખી તેજીનો વેપાર કરી શકાય
અગત્યના લેવલ 220 – 227 — 237 અને 242 જોવા મળી શકે નજીકનો ટેકાનો ભાવ 207 અને તેની નીચે 198 સુધીનો ઘટાડો જોવા મળી શકે