Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયહવે મધમાખી દ્રારા કરાશે કોરોના ટેસ્ટીંગ, થોડીક જ ક્ષણોમાં આવશે રીપોર્ટ

હવે મધમાખી દ્રારા કરાશે કોરોના ટેસ્ટીંગ, થોડીક જ ક્ષણોમાં આવશે રીપોર્ટ

- Advertisement -

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા છે. તેવામાં RT_PCR ટેસ્ટ માટે લોકોને ત્રણ ચાર દિવસ સુધી રાહ જોવી પડે છે. પરિણામે અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ત્યારે ડચ વિજ્ઞાનીઓએ હાલમાં મધમાખીઓને અનોખી તાલીમ આપવાનું શરૂ કર્યુ છે. વિજ્ઞાનીઓ મધમાખીઓને કોવિડ-19 સંક્રમણની ભાળ મેળવવા માટે તાલીમ આપી રહ્યા છે. મધમાખીઓમાં સૂંઘી શકવાની અને ગંધ-સુર્ગંધને પારખી લેવાની તીવ્ર ક્ષમતા હોય છે. 

- Advertisement -

વૈજ્ઞાનિકો કોવિડ-19થી સંક્રમિત સેમ્પલ્સને ઓળખવાની તાલીમ મધમાખીઓને આપી રહ્યા છે. અને તેમને આશા છે કે વી પણ રહી છે. વિજ્ઞાનીઓને આશા છે કે . જો આવું થશે તો થોડીક જ ક્ષણોમાં વ્યક્તિ સંક્રમિત છે કે નહી તે અંગે જાણકારી મેળવી શકાશે.

મધમાખીઓને કેવી રીતે ખબર પડે?

- Advertisement -

મધમાખી કોરોના સંક્રમિત સેમ્પલ દર્શાવે છે ત્યારે તેમને ગળ્યું પ્રવાહી આપવામાં આવે છે.  જ્યારે મધમાખી સંક્રમિત ન હોય એવું સેમ્પલ દર્શાવે તો ત્યારે તેને કઈ આપવામાં આવતું નથી. કોરોના સંક્રમિત સેમ્પલ જોતાં મધમાખી તરત જીભ લાંબી કરે છે.

આ પ્રોજેક્ટમાં સામેલ પ્રોફેસર ઓફ વાયરોલોજી વિમ વેન ડેર પોએલનું કહેવું છે કે તેઓએ બી-કિપર પાસેથી સામાન્ય એવી મધમાખીઓ મેળવી અને એને મધપૂડા માટેની પેટીઓમાં રાખી. અમે મધમાખીઓને જ્યારે કોરોના પોઝિટિવ સેમ્પલ્સ સાથે રાખી ત્યારે તેની સાથે ગળ્યું પાણી પણ રાખ્યું. આમ કરવાથી જ્યારે પણ આ મધમાખી કોઈપણ કોવિડ-19 સંક્રમિત સેમ્પલ પાસે પહોંચે કે તરત તે પોતાની સ્ટ્રો જેવી જીભ પોતાનો રિવોર્ડ મેળવવા માટે લંબાવે છે. મધમાખી જેવી જીભ લંબાવે કે તરત એ નિશ્ચિત થશે કે જે-તે સેમ્પલ કોરોના વાયરસથી સંક્રમિત છે.અને હાલ આ પ્રકારે મધમાખીઓને તાલીમ આપવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મધમાખીઓને કોરોના વાયરસને શોધી કાઢવા માટે તાલિમ આપવાથી ઓછી આવકવાળા દેશોને ખૂબ ફાયદો થશે. જેમની પાસે પૉલીમરાઈઝ ચેન રિએક્શન ટેસ્ટ જેવી જરૂરી સામગ્રી ઉપલબ્ધ નથી તેમના માટે આ ખૂબ ઉપયોગી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular