Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયટ્વીટર દુનિયાની સૌથી મોટી લોકશાહીને નિયમો ન શીખવે, સરકાર ભડકી

ટ્વીટર દુનિયાની સૌથી મોટી લોકશાહીને નિયમો ન શીખવે, સરકાર ભડકી

- Advertisement -

ભારત સરકાર અને સોશિયલ મડિયા પ્લેટફોર્મ ટ્વીટર વચ્ચે તણાવ યથાવત છે. સોશિયલ મીડિયા અંગે બનાવવામાં આવેલી ગાઇડલાઇન પર ટ્વિટરની પ્રતિક્રિયાથી IT મંત્રાલય નારાજ, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રને શું કરવું છે એ શીખવશો નહીં. આ મુદ્દાને ભટકાવવાની જગ્યાએ ટ્વીટરે નિયમોનું પાલન કરવું જોઈએ તેમ કેન્દ્રએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે.

- Advertisement -

આ અંગે રવીશંકર પ્રસાદે પણ કહ્યું છે કે સામાન્ય લોકોએ નવા નિયમોને લઇને ગભરાવવાની જરૂર નથી. . મંત્રાલયે આગળ કહ્યું કે ટ્વિટર દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર પોતાની શરતોને થોપવાનો પ્રયત્ન કરી રહી છે. ટ્વિટર ‘ડરાવવા-ધમકાવવા’ સંબંધી આરોપોને આધારહીન છે. IT મંત્રાલયે કહ્યું કે ટ્વિટરનો જવાબ વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પર બળજબરી પૂર્વક પોતાની શરતો થોપવા બરાબર હતો. ટ્વિટરે પોતાના નિવેદનના આધારે એ તમામ ગાઇડલાઇનને પાલન કરવાની ના પાડી છે.  ભારતમાં લોકશાહી અને વાણી સ્વતંત્રતા સદીઓથી ચાલતી આવી છે. આનું રક્ષણ કરવાની જબાદારી ટ્વિટર જેવી સંસ્થાની નથી.

આ પહેલાં ટ્વિટૅરએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પોતાની સેવા ઉપલબ્ધ રાખવા માટે, અમે ભારતમાં લાગૂ કાયદાનું પાલન કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ બિલકુલ એ રીતે જે રીતે દુનિયાભરમાં કરીએ છીએ. જે લોકો અમને સેવા પુરી પાડે છે, તેના માટે અભિવ્યક્તિની આઝાદીને સંભવિત ખતરાથી ચિંતિત છે.  ટ્વિટરના નિવેદનને ભારત સરકારે સંપૂર્ણ રીતે ખોટુ અને નિરાધાર જણાવીને એનું ખંડન કર્યું હતું. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular