Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમ્યુકરમાયકોસિસના ઇન્જેક્શન મુદ્દે ગુજરાત સરકારે કરી સ્પષ્ટતા

મ્યુકરમાયકોસિસના ઇન્જેક્શન મુદ્દે ગુજરાત સરકારે કરી સ્પષ્ટતા

હાઈકોર્ટમાં 65 પેઈજનું સોગંદનામું રજુ કર્યું

- Advertisement -

મ્યુકરમાઇકોસિસ અને કોરોના સારવાર અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે. 65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે ઘણી વિગતો મૂકી છે. જેમાં મ્યુકરમાઇકોસિસની સારવાર અંગેના ઇન્જેક્શનના જથ્થા બાબતે રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા કરી છે. ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો છે. હવે કેન્દ્ર જેટલા ઇન્જેક્શન આપશે એટલા જ ઇન્જેક્શન રાજ્યને મળી શકશે. 

- Advertisement -

કેન્દ્ર સરકાર હવે રાજ્યોને જેટલા ઈન્જેકશન આપશે તેટલા જ ઈન્જેકશન રાજ્યોને મળી શકશે. 65 પેઈજના સોગંદનામામાં આ ઉપરાંત કોરોનાવાયરસની સારવાર ગ્રામીણ વિસ્તારમાં કરવા અંગે ટેસ્ટિંગની ફેસીલીટી બાબતે કોર્ટે આપેલા નિર્દેશોમાં પણ રાજ્ય સરકારે જ જવાબ રજૂ કર્યા. નારી સંરક્ષણ ગૃહ, બાળ સંરક્ષણ ગૃહ, રીમાંડ હોમ, વૃદ્ધાશ્રમ અને પાગલખાના જેવી જગ્યાઓમાં બંધ લોકોને તેમ જ ત્યાં કામ કરતા લોકોને રસી આપવા માટે નિર્દેશો આપ્યા હોવાની સરકારે જાહેરાત કરી છે.

 આ સ્થિતિમાં ચિંતાજનક બાબત એ છે ગુજરાતમાં દેશના સૌથી વધુ કેસ છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં મ્યુકરમાયકોસિસના 8848 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી ગુજરાતમાં 2281 કેસ નોંધાયા છે. 200થી વધુ લોકોના મૃત્યુ થયા છે. હાલ ગુજરાત સહીત દેશના 14 રાજ્યોએ મ્યુકરમાયકોસિસને મહામારી જાહેર કરી છે.

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવા માંડયાં છે જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે ત્યાં હવે મ્યુકરમાઇકોસિસની બિમારી વકરી રહી છે. રાજ્યમાં હવે મ્યુકરમાઇકોસીસનો ખતરો વધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular