કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા વ્યક્તિઓમાં બ્લેકફંગસના કેસો જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે વ્હાઈટ ફંગસના કેસો પણ સામે આવ્યા છે. પરંતુ બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ ભારતમાં હવે યલો ફંગસનો પ્રથમ કેસ નોંધાયો છે.ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં યલો ફંગસનો પ્રથમ કેસ જોવા મળ્યો છે.
ઉત્તરપ્રદેશના ગાઝીયા બાદમાં જે દર્દીમાં યલો ફંગસ જોવા મળી છે તેની ઉંમર 45 વર્ષ છે. યલો ફંગસનાં લક્ષણોમાં આળસ, ઓછી ભૂખ કે ભૂખ ન લાગવી અને વજનમાં ઘટાડો હોવાનું જાણવા મળ્યું છે.ઈએનટી સર્જને તેની તપાસમાં જોયું કે તેને યલો ફંગસ છે. જ્યારે દર્દીનું નેઝલ ઇન્ડોસ્કોપી કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે દર્દીને બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ અને યલો ફંગસ ત્રણે હતા.
આ દરમિયાન ઍમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પત્રકારપરિષદમાં કહ્યું છે કે એક જ ફંગરને અલગઅલગ નામ આપવાનો કોઈ અર્થ નથી.તેમણે એવું પણ કહ્યું કે આ બીમારી કોરોનાની માફક નથી ફેલાતી. તેમણે ખુદની સ્વચ્છતા પર ધ્યાન આપવા અને ગરમ પાણી પીવા સલાહ આપી છે.આ દરમિયાન બ્લેક ફંગસના વધી રહેલા કેસોને પગલે ગુજરાતમાં રૂપાણી સરકારે આને મહામારી ઘોષિત કરી છે.નોંધનીય છે કે ફૂગજન્ય બીમારી એ કોઈ નવો રોગ નથી, પરંતુ જ્વલ્લે જ જોવા મળતી આ બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી છે.