ગુજરાત રાજ્યના કરાર આધારીત આરોગ્ય અધિકારીઓ દ્વારા તેઓની વિવિધ માંગણીઓના મુદ્દે હડતાલ પાડવામાં આવી છે. જેની સામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ આવા કર્મચારીઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં કારાર આધારીત ડોક્ટરો સહિતના આરોગ્ય અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા તેઓની માગણીના અનુસંધાને ગત તા. 16 મી થી હડતાલ આંદોલન કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 108 કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. છેલ્લા ચાર દિવસથી આ કરાર આધારીત આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા આ સંદર્ભે ઉચ્ચ કક્ષાએથી જિલ્લા કક્ષાએ આવા કરાર આધારીત આરોગ્ય કર્મચારીઓ સામે હાલની કોરોના મહામારીને ધ્યાને લઈને એકેડેમિક એક્ટ મુજબ ધોરણસરની પોલીસ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જેના અનુસંધાને ખંભાળિયાના આરોગ્ય અધિકારી દ્વારા અહીંના પોલીસ મથકમાં આવા કર્મચારીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવા એક અરજી પાઠવવામાં આવી છે. આ સાથે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કરાર આધારિત કર્મચારીઓ ગતરાત્રીથી જ તેઓની ફરજ પર હાજર થઈ ગયા છે.
ઉચ્ચ આરોગ્ય વિભાગની આ કાર્યવાહીએ કર્મચારીઓ તથા આરોગ્ય તંત્રમાં ભારે ચર્ચા છે.