જામનગરના અમિતભાઇ અશોકભાઇ વાજા તથા પ્રાઇવેટ બેંકમાં મેનેજર જીતેન્દ્ર ચંદુલાલ ભટ્ટ વચ્ચે મિત્રતા હોય જેથી બેંકના મેનેજરને નાણાંની જરુરીયાત હોવાથી દાવે હાથ ઉછીના રૂા. 4,00,000 આપેલ હતા. જે ચૂકવણી કરવા માટે જીતેન્દ્ર ચંદુલાલ ભટ્ટ દ્વારા તેમના બેંક એકાઉન્ટનો રૂા. 4,00,000નો અમિતભાઇના નામનો ચેક આપ્યો હતો. અમિતભાઇ દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ચેક રજૂ કરતાં ચેક નાણાંના અભાવે પરત કર્યો હતો. જેથી અમિતભાઇએ તેમના વકીલ મારફત લીગલ નોટીસ મોકલાવી ચેક મુજબની રકમ પંદર દિવસમાં ચૂકવી આપવા જાણ કરેલ પરંતુ કોઇ રકમ ચૂકવણી કરેલ નહીં. ચેક મુજબની રકમ નહીં ચૂકવતાં અમિતભાઇ વાજાએ પ્રાઇવેટ બેંકના મેનેજર જીતેન્દ્ર ચંદુલાલ ભટ્ટ સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ શ્યામ એન. ઘાડીયા તથા એડવોકેટ જય બી. અગ્રાવત તથા એડવોકેટ આનંદ ડી. સંઘાણી રોકાયા છે.