દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ થયા કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે બુધવારે પણ જિલ્લાના જુદા-જુદા ચારેય તાલુકાઓમાં મળી કુલ 40 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 47 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 824 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અન્ય જિલ્લાઓની જેમ કોરોના વેક્સિનેશન કાર્યક્રમ સરકાર દ્વારા બંધ રાખવામાં આવ્યો છે. જે સંભવત: આગામી એક-બે દિવસમાં શરૂ થઈ જાય તેવી શક્યતાઓ છે. જિલ્લામાં 18 વર્ષ ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ અને યોજનાપૂર્વક તથા વેક્સિનના પુરતા જથ્થા સાથે તાકીદે શરૂ થાય તેમ જિલ્લાની જનતા ઈચ્છી રહી છે.