હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને તારીખ 17 અને 18 મે એમ બે દિવસ આ વિનાશક વાવાઝોડાના કારણે પડકારરૂપ રહેશે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર તરફ પહોંચવાની શક્યતાના આધારે સરકાર અને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. પરંતુ આમ છતા શહેરમાંથી હજુ સુધી કોર્મશિયલ કોમ્પલેકસ સહિતના સ્થળો પર ઉંચાઇ પર લગાડેલા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા નથી. જેના કારણે આ હોર્ડિંગ્સ આફત રૂપ બની શકે છે.
તારીખ 17 અને 18 મે એમ બે દિવસ આ વિનાશક વાવાઝોડાના કારણે પડકારરૂપ રહેશે. જમીન સાથે ટકરાયા પછી વાવાઝોડુ નબળું પડે તો પણ તેની અસર દૂર દૂર સુધી વ્યાપક રીતે થતી હોય છે અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની પૂરી શક્યતા હોય છે. સંભવિત વાવાઝોડા ની આગાહી ને ધ્યાને લઇ તંત્ર સાબદું થયું છે. જામનગર માં વાવાઝોડા ની સંભાવના ને પગલે બંદરે બે નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે. રાઉન્ડ ધી કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કરવા સહિતના સાવચેતીના પગલાં લેવામાં આવ્યાં છે. વાવાઝોડાનું જોખમ ઝંળુંબી રહ્યું હોવા છતાં શહેરમાંથી હજુ સુધી કોર્મશિયલ કોમ્પ્લેક્ષ સહિતના સ્થળો પર ઉંચાઇ પર લગાડેલા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા નથી. અતિતીવ્ર પવન સાથે વરસાદની આગાહી હોવા છતાં જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેર માં લાગેલા હોર્ડિંગ્સ ઉતારવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોય હોર્ડિંગ્સ લાગેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે આ હોર્ડિંગ્સ આફત રૂપ બની શકે છે.