Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતમાસ પ્રમોશન પછી, છાત્રોને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ કઇ રીતે આપવામાં આવશે?: શાળા...

માસ પ્રમોશન પછી, છાત્રોને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ કઇ રીતે આપવામાં આવશે?: શાળા સંચાલકો પૂછે છે

- Advertisement -

ધોરણ 10 ગુજરાત બોર્ડમાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ જણાવે છે કે માસ પ્રમોશનથી અનેક મુશ્કેલી થશે. માટે ધો. 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી જોઈએ.

મહામંડળે શિક્ષણમંત્રી ચુડાસમાને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે પરીક્ષા ન લેવાથી તમામ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી 11મા ધોરણમાં આવે. તો તે તમામ વિદ્યાર્થી માટે કોમર્સ કે સાયન્સના વર્ગોની વ્યવસ્થા ન થઈ શકે. નબળા વિદ્યાર્થીઓ પણ ઉપલા વર્ગમાં પ્રવેશ પામતા ધોરણ 1ર બોર્ડનું પરિણામ ખુબ જ નબળું આવશે. શિક્ષણવિદ ડી વી મહેતાએ જણાવ્યું હતું કે માસ પ્રમોશન આપવાથી ડિપ્લોમા જેવા કોર્સનું મૂલ્ય નહીં જળવાય અને અવ્યવસ્થા સર્જાશે.

મહત્વનું છે કે ઘણા વિદ્યાર્થીઓએ ઓન લાઈન શિક્ષણમાં પણ મન લગાવીને મહેનત કરીને અભ્યાસ કર્યો હતો. આવી મહેનત કરનાર વિદ્યાર્થીઓને સારા માર્કે પાસ થવાનો ઉત્સાહ હતો. માસ પ્રમોશન આપવાથી સારા-નબળા, મહેનતુ અને અન્ય તમામ વિદ્યાર્થીઓ એક હરોળમાં આવી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular