Sunday, December 22, 2024
Homeવિડિઓજામનગરમાં રાત્રી કરફ્યુમાં એએસપી દ્વારા સઘન ચેકીંગ

જામનગરમાં રાત્રી કરફ્યુમાં એએસપી દ્વારા સઘન ચેકીંગ

સાત રસ્તા સર્કલ પાસે વાહનોનું ચેકીંગ : શહેરમાં અનેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત : પોલીસવડા દીપન ભદ્રનના નેજા હેઠળ એએસપી નિતેશ પાંડેય અને સ્ટાફ દ્વારા વાહનોનું કડક ચેકીંગ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાત્રી કરફ્યુ ચાલી રહ્યો છે. આ કરફ્યુ દરમિયાન આજે રાત્રીના પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગુજરાત રાજ્યના 36 શહેરોમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ કરફ્યુની કડક અમલવારી માટે જામનગર શહેરના દરેક પ્રવેશદ્વાર ઉપર આજે જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના નેજા હેઠળ સાત રસ્તા સર્કલમાં પસાર થતા વાહનોનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular