ગુજરાત રાજ્યના દરેક ગામડામાં કોવિડ સેન્ટર ખોલવાની માંગણી સાથે NCP ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ દ્વારા આવેદન પત્ર પાઠવી અચોક્કસ મુદત માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનના આજે ચોથા દિવસે તેમની તબિયત લથડતા 108 ની ટિમ દ્વારા તપાસ દરમ્યાન ઓક્સિજનનું લેવલ 81 હતું. જેથી રેશ્મા પટેલને કોવિડ પરીક્ષણ કરાવવાની સલાહ આપી હતી