Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

- Advertisement -

બીસીસીઆઈ દ્રારા  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ અને ઇંગ્લેન્ડ વિરુધ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 20 સભ્યોની ટીમમાં હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને લેવામાં આવ્યા નથી. ત્યારે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સમીનું કમબેક થયું છે. ટીમ ઇન્ડિયા WTC ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

- Advertisement -

બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ઇંગ્લેન્ડ વિરુધ શ્રેણી માટે ટીમ ઈન્ડયામાં 20 સભ્યોની પસંદગી કરી છે. જેમાં ચાર ઓપનર્સ,ચાર મિડલ ઓર્ડર બેટ્સમેન, છ ઝડપી બોલર, ચાર સ્પીનર્સ અને બે વિકેટકીપરનો સમાવેશ કર્યો છે. WTC ફાઈનલ સાઉથેમ્પટનમાં 18 થી 22 જુન વચ્ચે રમાશે. તથા 4ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર વચ્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મેચોની શ્રેણી રમાશે.

ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મુકાબલો 18 જૂનથી સાઉથટમ્પનમાં રમાશે. આ પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટે નોટિંગઘમમાં રમાશે. બીજી ટેસ્ટ 12 ઓગસ્ટે લોર્ડ્સમાં, ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટે લીડ્સમાં, ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરે લંડનના ઓવલ મેદાન પર અને પાંચમી ટેસ્ટ 10 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં રમાશે.

- Advertisement -

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ – વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular