કોરોના વેક્સીનેશનને લઇને કોવિન પોર્ટલને વધુ સુરક્ષિત બનાવવામાં આવી રહ્યું છે. 8 મે એટલે કે આવતીકાલથી થી કોરોના રસીકરણ માટે કોવિન સિસ્ટમમાં એક નવી સુવિધા જોવા મળશે તેનાથી રસીકરણની સ્થિતિ સંબંધિત ડેટા એન્ટ્રી ભૂલો ઓછી થશે. 8 મેથી કોવિન સિસ્ટમમાં ચાર-અંકનો સુરક્ષા કોડ સાથેનું એક નવું ફીચર આપવામાં આવશે. જેનાથી લોકોને ઓછી મુશ્કેલી પડશે.
કોવિન પોર્ટલમાં આવતીકાલથી 4અંકોનો સુરક્ષા કોડ જોવા મળશે. જેનાથી વેક્સિનેશનની સ્થિતિ અંગે ડેટાએન્ટ્રીની ખામીઓ ઓછી થઇ શકશે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે તેનાથી નાગરિકોની મુશ્કેલીઓ ઓછી થશે. મંત્રાલયે જણાવ્યું છે કે અમુક કિસ્સાઓમાં કોવિન પોર્ટલના મધ્યમથી રજીસ્ટર કરાવનાર લોકો નક્કી કરેલ સમયે વેક્સિન લેવા માટે પહોચી શકતા નથી પરિણામે તેઓને મેસેજ આવે છે કે તેમનું વેક્સિનેશન થઇ ગયું છે. તેની પાછળનું કારણએ છે કે વેક્સિન આપનારે નાગરિકે વેક્સીન લઇ લીધી છે તેમ બતાવી દેતા ડેટા એન્ટ્રીમાં ભૂલ થાય છે.
મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, “આવી ભૂલો ઘટાડવા અને નાગરિકોની અગવડતા દૂર કરવા માટે કોવિન પોર્ટલ પર 8મી મેથી ચાર અંકનો સિક્યોરીટી કોડ આપવામાં આવશે. જેનાથી વેક્સીન લીધા પહેલા લાભાર્થીને ચાર અંકનો કોડ આવશે અને વેક્સીન આપનારને તે કોડ આપવાનો રહેશે.
આ નવું ફીચર એવા જ નાગરિકોને લાગુ પડશે કે જેઓએ વેક્સીન લેવા માટે ઓનલાઈન સમય નક્કી કર્યો છે. ચાર અંકનો સલામતી કોડ એપોઇન્ટમેન્ટની ચિઠ્ઠી પર છપાયેલ હશે. પરંતુ વેક્સીન આપનારને આ કોડ અંગે જાણકારી નહી હોય. એપોઇન્ટમેન્ટ બુક થયા પછી આ કોડ લાભાર્થીને એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.