Monday, December 30, 2024
Homeરાષ્ટ્રીયસુપ્રીમ કોર્ટની કેન્દ્રને ટકોર કહ્યું અમને આકરા નિર્ણયો લેવા મજબુર ન કરો

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ટકોર કહ્યું અમને આકરા નિર્ણયો લેવા મજબુર ન કરો

- Advertisement -

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સ્પષ્ટ કરી દીધું છે કે તેના દ્રારા આગામી આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવાનું ચાલુ રાખવું પડશે. તે જ સમયે, કોર્ટે કહ્યું કે તેનો અમલ થવો જોઈએ. બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ દ્વારા કોવિડના દર્દીઓને 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવાના સૂચનોનું પાલન ન કરવા બદલ શરૂ કરેલી અવગણનાની કાર્યવાહી પર સ્ટે મુક્યો હતો.

- Advertisement -

કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને બેંચે કહ્યુ, અમને કોઈ કડક નિર્ણય લેવા પર મજબૂર ન કરો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે દરરોજ રાજધાની માટે 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાઈની માંગ કરી છે.

 તેમનું કહેવું છે કે દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે તો તે નક્કી કરશે કે પ્રદેશમાં કોઈ દર્દીનું મોત ઓક્સિજનની કમીને કારણે ન થાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોના દર્દીઓની જરૂરીયાતો પૂરી કરવા માટે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવો જોઈએ. કોર્ટે કહ્યું, જો કંઈ છુપાવવા માટે નથી તો પછી સરકાર આગળ આવી દેશને તે જણાવે કે કઈ રીતે કેન્દ્ર સરકાર તરફથી ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular