Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબ્રાસપાર્ટના વેપારીને બેંગ્લોરની પેઢીએ લેણી રકમ વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ

બ્રાસપાર્ટના વેપારીને બેંગ્લોરની પેઢીએ લેણી રકમ વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ

- Advertisement -

જામનગરમાં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં મેકટેક ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર આશિષ પ્રવિણભાઇ ભંડેરી પાસેથી બેંગ્લોરની પેઢી સેટર્ન સેલ્સ કોર્પોરેશનના પ્રોપ. પલયામ નાગેશ વેણુ માધવ દ્વારા અલગ અલગ બીલથી ઉધારથી રૂા. 5,50,208નો બ્રાસપાર્ટનો માલની ખરીદી કરવામાં આવી હતી. જે માલ આશિષભાઇ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત મોકલ્યા બાદ આશિષભાઇ દ્વારા સેટર્ન સેલ્સ કોર્પોરેશનના પ્રોપરાઇટર પાસે બ્રાસપાર્ટની લેણી રકમની માંગણી કરવામાં આવી હતી. પરંતુ સટર્ન સેલ્સ કોર્પોરેશનના પ્રોપરાઇટર દ્વારા રકમ ચૂકવવામાં આવેલ નહીં અને ગલ્લા-તલ્લા કરવામાં આવેલ. જેથી આશિષભાઇ દ્વારા તેમના વકીલ મારફત સેટર્ન સેલ્સ તથા તેના પ્રોપ. પલયામ નાગેશને કાનૂની નોટીસ મોકલવામાં આવેલ અને રકમ ચૂકવી આપવા જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

પરંતુ સેટર્ન સેલ્સ દ્વારા રકમ ચૂકવેલ નહીં કે, નોટીસનો પણ કોઇ જવાબ આપેલ નહીં. જેથી મેકટેક ઇન્ડસ્ટ્રીઝના પ્રોપ. આશિષ ભંડેરી દ્વારા તેમના વકીલ મારફત જામનગરની અદાલતમાં સમરી દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે દાવામાં અદાલત દ્વારા પ્રવિવાદીઓને સમન્સ ઇસ્યૂ કરતાં પ્રતિવાદીઓ સેટર્ન સેલ્સના પ્રોપ. દ્વારા દાવાની રકમ રૂા. 5,50,208માંથી રૂા. 2,75,104ની રકમ ચૂકવી આપવામાં આવેલ અને રૂા. 2,75,104ની રકમ બાકી રહેલ. જે ચૂકવવામાં આવેલ નહીં. જેથી વાદી મેકટેક ઇન્ડસ્ટ્રીઝના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને અદાલતમાં તમામ આધાર-પુરાવાઓ રજૂ કરી અને હુકમનામુ મેળવવા માટે રજૂઆતો કરવામાં આવેલ. જે આધાર-પુરાવા અને દલીલો ધ્યાને લઇ જામનગરની અદાલત દ્વારા વાદીનો દાવો મંજૂર કરી દાવામાં બાકી રહેતી રકમ રૂા. 2,75,104ની રકમ પ્રતિવાદીઓ સેટર્ન સેલ્સ કોર્પોરેશન તથા તેના સીઇઓ પલયામ નાગેશ વેણુ માધવએ વાદીને દાવાના ખર્ચ તથા 18 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular