Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની સ્થિતિ અંગે પીએમ મોદીએ બેઠક યોજી, રાજ્યોને આપ્યા મહત્વના આદેશ

કોરોનાની સ્થિતિ અંગે પીએમ મોદીએ બેઠક યોજી, રાજ્યોને આપ્યા મહત્વના આદેશ

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. તેમને વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં કોરોનાવીસ્ફોટ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમને 12 જેટલા રાજ્યો વિશે કહેવામાં આવ્યું હતું જ્યાં કોરોનાના 1 લાખથી વધુ સક્રિય કેસ છે. વડાપ્રધાનને રાજ્યો દ્વારા આરોગ્ય સુવિધાઓના માળખાગત સુવિધા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ બેઠકમાં દવાઓની અછત અને રસીકરણ અભિયાનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલા આદેશ આપ્યા હતા.

- Advertisement -

બેઠકમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, ડો.હર્ષવર્ધન, પિયુષ ગોયલ, મનસુખ માંડવીયા અન્ય મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. આ દરમિયાન તેમણે રાજ્ય મુજબની, જિલ્લાવારની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે રાજ્યોને આરોગ્ય માળખાગત સુવિધામાં સુધારો કરવા માટે સહયોગ અને માર્ગદર્શન આપવું જોઈએ.

પીએમ મોદીએ રસીકરણની પ્રગતિની સમીક્ષા પણ કરી તેમજ આવનાર મહિનામાં વેક્સિનનું ઉત્પાદન વધારવા અંગે  તેમજ રેમેડેસિવિર સહીતની દવાઓનું ઉત્પાદન વધારવા અંગે જણાવ્યું છે. આ સાથે જ રાજ્યોને PM મોદીએ કોરોના રસીકરણ અભિયાનની ગતિ ધીમી ન પડે તેવા આદેશો પણ આપ્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, રાજ્યોએ એવા જિલ્લાઓની ઓળખ કરવા માટે એક ગાઇડલાઇન મોકલવામાં આવી હતી, જ્યાં કેસ પોઝિટિવિટી રેટ 10 ટકા અથવા તેનાથી વધુ છે અથવા ઓક્સિજન સપોર્ટેડ તથા ICU બેડ 60 ટકાથી વધુ ભરેલા છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular