Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વગર ભાડે આપેલી દુકાન બે ભાઇઓએ પચાવી પાડી

જામનગરમાં વગર ભાડે આપેલી દુકાન બે ભાઇઓએ પચાવી પાડી

કાલાવડ પંથકના યુવાને ફરિયાદ નોંધાવી: દુકાન ખાલી કરવા બન્ને ભાઇઓએ પૈસા માંગ્યા: પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળિયાના વતનીની જામનગર શહેરમાં સર્વોદય સોસાયટીમાં આવેલી દુકાન જામનગરના યુવાનને વગર ભાડે સંબંધ દાવે આપી હતી. આ દુકાન યુવાને માલિકને જાણ કર્યા વગર તેના ભાઇને આપી દીધા બાદ બન્ને ભાઇઓએ એકસં5 કરી આ દુકાન ખાલી જોઇતી હોય તો પૈસા આપવા પડશે તેમ જણાતા દુકાન માલિકે બન્ને શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળિયામાં રહેતા અને ખેતી કરતા રમેશ તુલસીભાઇ વાદી નામના પટેલ યુવાનની જામનગર શહેરમાં સર્વોદય સોસાયટીમાં આવેલી સિટી સર્વે નંબર 5209 પૈકીની સીટ નંબર 342 ના પ્રોપર્ટી કાર્ડ વાળી 110 ચો. ફૂટની સાત લાખની કિંમતની દુકાન સુરતમાં રહેતા લલિત સવજીભાઇ વઘાસિયા નામના યુવાનને સબંધના દાવે વગર ભાડે વાપરવા આપી હતી. પરંતુ લલિતે આ દુકાન તેના ભાઇ ભરત સવજી વઘાસિયાને સોંપી આપી હતી અને ત્યારબાદ રમેશે આ દુકાન ખાલી કરવાનુ કહેતા ભરતે દુકાન રૂપિયા આપો તો ખાલી કરુ નહીતર ખાલી નહીં કરુ આમ જણાવી દુકાન માલિક પાસેથી પૈસા પડાવાનો પ્રયાસ કર્યો હતો. દુકાન ખાલી ન થતા આખરે રમેશભાઇએ બે ભાઇઓ વિરૂધ્ધ સિટી સી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસપી નિતેષ પાંડે તથા સ્ટાફે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular