જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. પોઝિટીવ દર્દીઓની સંખ્યા 700નો આંકડો વટાવી ચૂકી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 393 અને ગ્રામ્યના 319 કેસ મળી 712 કેસ નોંધાયા છે. તો 441 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 5 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બિનસત્તાવાર રીતે મૃત્યુનો આંકડો 70 ને પાર થઇ ગયો છે.
જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 700 ને પાર થઈ ચૂકી છે. જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો ધીમે-ધીમે ઘટવા લાગી છે અને વેઇટીંગમાં રહેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર અને રાહતરૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ સતત વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 393 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 305 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 319 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 136 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 337504 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 252396 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 5 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 12820 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે 170 દર્દીઓના મોત નિપજ્યા છે અને 11999 દર્દીઓએ કોરોનાને માત આપી હતી તેમજ રાજ્યમાં 1,03,545 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 25 મોત તથા સુરત કોર્પોરેશનમાં 10 મોત, રાજકોટ કોર્પોરેશનમાં 10 મોત, વડોદરા કોર્પોરેશનમાં 9 મોત તથા જામનગર કોર્પોરેશનમાં 9 ના મોત તેમજ જામનગર ગ્રામ્યમાં 5 મોત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાંં. તેમજ જામનગરમાં 24 કલાક દરમિયાન 70 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, આ આંકડો બિનસત્તાવાર છે. દરરોજના પ્રમાણમાં આજે મૃત્યુઆંકનો ઘટાડો રાહતરૂપી બન્યો છે.