Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં આકાશી વીજળીનો કહેર 11 લોકોને ભરખી ગયો

મહારાષ્ટ્રમાં આકાશી વીજળીનો કહેર 11 લોકોને ભરખી ગયો

કોરોનાનો માર ઝેલતાં મહારાષ્ટ્ર પર કમોસમી વરસાદની આફત : પરભણીમાં 3, પુણે 2 સાતારામાં 2, બીડમાં 2, બુલઢાણામાં 1, જળગાંવમાં 1 જણે જીવ ગુમાવ્યો

- Advertisement -

મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે સાથે વીજળી ત્રાટકતા 11 જણને કાળ ભરખી ગયો હતો. મૃતકમાં મહિલા , બાળકીને સમાવેશ છે. સાતારાના ખંડાલા તાલુકામાં કવઠે ગામ પાસે બે ખેડૂત શશિકાંત (ઉ.વ.35), ખાશાબા જાધવ (ઉ.વ.60) ઝૂંપડીમાં બેસીને જમતા હતા. ત્યારે ઝૂંપડી પર વીજળી પડી હતી. જેના લીધે ગંભીરપણે દાઝી જતા બંનેના મોત થયા હતા.

- Advertisement -

બીડના નેકનૂરમાં રાધાબાઇ ખેતરમાં કામ કરતી હતી. વરસાદ પડતા તે સાસૂ સાથે ઘરે જઇ રહી હતી. તે સમયે વીજળી પડતા આઠ મહિનાની સગર્ભો રાધાબાઇનું જગ્યા પર મોત નિપજ્યુ હતુ. જયારે તેની સાસુ જખમી થઇ હતી. આ ઉપરાંત કેજ તાલુકામાં ખેતરમાં કામ કરતી ગીતાબાઇ (ઉ.વ.45) પર વીજળી ત્રાટકતા તેણે જીવ ગુમાવ્યો હતો. બુલઢાણામાં ખેતરમાં ગયેલા અનંત બોડકે (ઉ.વ.32) પણ વીજળી પડતા મૃત્યુ પામ્યો હતો. પરભણીમાં આવી જ ઘટનામાં 11 અને 14 વર્ષીય બાળકી તથા ગંગાધર હોરગુળે (ઉ.વ.55) મોતના મુખમાં ધકેલાયા ગયા હતા.

પુણેના ભોરમાં ઘરથી થોડીદૂર રમવા ગયેલી સીમા (ઉ.વ.11) અને નવ વર્ષીય અનિતાનુ વરસાદ સાથે વીજળી પડતા મોત થયુ હતુ. જયારે નવ વર્ષીય ચાંદની જખમી થઇ હતી. જળગાંવમાં પણ એક જણનું મોત થયુ હતુ. સાંગલીમાં વીજળીનો તાર પતરા પર પડતા મોત થયુ બકરી મૃત્યુ પામી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular