કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે બીસીસીઆઈ દ્રારા હાલ પુરતી આઈપીએલ મેચ સ્થગિત કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી આઈપીએલની કેટલીક ટીમના ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. પરિણામે બીસીસીઆઈ દ્રારા આઈપીએલ મેચ અનિશ્ચિતકાળ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સભ્યો પોઝિટિવ આવ્યા બાદ KKR vs RCBને સ્થગિત કરવી પડી. તેના કારણે અનેક ટીમો પ્રભાવિત થઈ છે. અત્યારે 4 વેન્યૂ પર 31 મેચ રમાવાની બાકી છે. બીસીસીઆઇ (BCCI) ખેલાડીઓને સુરક્ષિત રાખવા અને તેમને મુસાફરી કરવાથી બચાવવા માટે ટી 20 લીગની બાકી બચેલી તમામ મેચો હાલ પુરતીસ્થગિત કરી છે.
ચેન્નઈ અને મુંબઈમાં તમામ મેચ પૂર્ણ થઇ છે. ત્યારે અમદાવાદમાં KKR-CSK વચ્ચે રમનાર 30મી મેચ અમુક ખેલાડીઓ પોઝીટીવ આવતા સ્થગિત કરવી પડી હતી. ત્યારે આજે રોજ બીસીસીઆઈ દ્રારા આઈપીએલ મેચને સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આઇપીએલ સિઝન 14માં કેટલાય વિદેશી ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર એન્ડ્ર્યૂ ટાયે પર્સનલ કારણોસર આઇપીએલ છોડી છે, જ્યારે જોફ્રા આર્ચર હાથની ઇજાના કારણે, બેન સ્ટૉક્સ આંગળીમાં ફેક્ચરના કારણે અને લિયામ લિવિંગસ્ટૉને બાયૉ બબલમાં કંટાળો આવતા ટૂર્નામેન્ટમાથી બહાર થઇ ગયો છે.