શ્રેષ્ઠ રસ્તાનું નેટવર્ક, રેફ્રિજરેટ વ્હિકલ અને કેરિયરથી રસીકરણ કેન્દ્ર સુધી વેક્સિનમાં પહોંચાડવામાં એક પણ ડોઝ વેડફાય નહી તેવી કોલ્ડચેઈન ડેવલપ કર્યાનો ગુજરાત સરકારનો દાવો પણ વાઈબ્રન્ટ સમિટના MOUની જેમ બોગસ નિકળ્યો છે. વેક્સીનની સખત અછત વચ્ચે ગુજરાતમાં કુલ 4,79,111 ડોઝ બાત્તલ ગયા છે. જેની પાછળ સરકારી તંત્રની અણવાડત જવાબદાર હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. ભારત સરકારે સોમવારે તૈયાર કરેલા અહેવાલમાં ગુજરાત માટે હાલમાં 4,00,000 વેક્સીનનો સપ્લાય ચાલુ હોવાનું કહેવાયુ છે.
વેક્સીનની સખત અછત વચ્ચે ગુજરાતમાં કુલ 4,79,111 ડોઝ બાત્તલ ગયા છે. જેની પાછળ સરકારી તંત્રની અણવાડત જવાબદાર હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. ભારત સરકારે સોમવારે તૈયાર કરેલા અહેવાલમાં ગુજરાત માટે હાલમાં 4,00,000 વેક્સીનનો સપ્લાય ચાલુ હોવાનું કહેવાયુ છે.
ભારતમાં જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ છે, તે મહારાષ્ટ્રમાં સરકારી અને આરોગ્ય વ્યવસ્થાઓથી શરૂ કરીને ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેક્શન અને જીવન રક્ષક દવાઓની અછત મુદ્દે ગુજરાત જેવી બુમરાણ નથી. તેવામાં રોજેરોજ નવા દર્દીઓની સારવારના પડકાર વચ્ચે પણ દેશના પાંચ મોટા રાજ્યોમાં વેક્સિનનો વેસ્ટેજ રેટ એટલે કે બગાડ થવાનો દર સૌથી ઓછો હોવાનું ભારત સરકારના દૈનિક અહેવાલમાં ફલિત થયુ છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રને 30 લાખ વાયલ વધુ મળ્યા છે. એમ છતાંયે વેસ્ટેજ રેટ 0.22 ટકા રહ્યો છે, ગુજરાતમાં આ દર 3.61 ટકા છે. જે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ કરતા પણ વધારે છે.
કોરોના સામેની વેક્સિનની જાળવણી માટે તાપમાન અને સપ્લાયની કોલ્ડ ચેઈન અને વેક્સીન આપતી વખતે તેના રખરખાવ તેમજ વાયલને ખોલવાની પ્રક્રિયાનો પ્રોટોકોલ છે. એપ્રિલના બીજા સપ્તાહ ડિમાન્ડ વધતા હવે રસીનો સળંગ સ્ટોરેજ ઓછો અને સતત વપરાશ વધી રહ્યો છે.


