Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયાની કોવિડ હોસ્પિટલોમાં પાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગેનું વ્યાપક ચેકીંગ કરાયું

ખંભાળિયાની કોવિડ હોસ્પિટલોમાં પાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગેનું વ્યાપક ચેકીંગ કરાયું

પીજીવીસીએલ, પોલિસ તથા આરોગ્ય સ્ટાફ પણ સાથે જોડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં કાર્યરત જુદી જુદી છ કોવિડ હોસ્પિટલોમાં આજરોજ નગરપાલિકાના ઉપક્રમે ફાયર સેફ્ટી સહિતની બાબતે ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભરૂચ ખાતેની એક કવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગજનીના બનાવ બાદ સરકારની સૂચના અનુસાર ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા વધુ એક વખત શહેરની જુદી-જુદી છ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલોમાં ફાયર ઓડિટ અને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંતર્ગત નગરપાલિકા સ્ટાફ સાથે પીજીવીસીએલ, આરોગ્ય તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓએ તમામ છ કોવિડ હોસ્પિટલમાં ફાયર સહિતની જુદી જુદી બાબત અંગે ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં હાજર તબીબો તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આટલું જ નહીં, હોસ્પિટલમાં જરૂરી ફાયર ઇક્વિપમેન્ટની પૂર્તતાઓ પણ તાકીદે પૂર્ણ કરવા સૂચના અપાઇ હતી. આ સાથે હોસ્પિટલ પ્રિમાઈસીસમાં ફાયર અંગેની એક મોકડ્રિલ પણ કરવામાં આવી હતી. જેમાં આગના બનાવ દરમિયાન પેનીક થયા વગર કેવી રીતે આગ બુઝાવવાની કામગીરી કરવી અને જાનહાનિ ન થાય તે રીતે લોકોને બહાર કાઢવા તે અંગેની જરૂરી સમજ અને સૂચનાઓ ઉપસ્થિત ડોક્ટર અને પેરામેડીકલ સ્ટાફને આપવામાં આવી હતી.

આટલું જ નહિ, આગામી સમયમાં હવે નિયમિત રીતે નગરપાલિકા, પોલીસ, આરોગ્ય અને પી.જી.વી.સી.એલ.ની સંયુક્ત ટીમ દ્વારા આ હોસ્પિટલોમાં ફાયર ઓડિટ અને ચેકિંગની કામગીરી કરવામાં આવશે તેમ પણ વધુમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular