રાજકોટ શહેરનાશાસ્ત્રીનગરના શિવનગરમાં રહેતા કર્મકાંડી વિપ્ર પરિવારના ત્રણ સભ્યોએ આપધાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. શાસ્ત્રીનગર વિસ્તારના શિવનગરમાં વિધાતા બંગલોમાં રહેતા અને કર્મકાંડ કરીને પોતાનું ગુજરાન ચલાવતા કમલેશ રામકૃષ્ણ ભાઈ લાબડીયા(ઉ.વ.45)એ રાત્રિના સમયે પુત્ર અને પુત્રીને ઝેરી દવા પીવડાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોતાના બાળકોને કોરોનાની દવા હોવાનું જણાવીને ઝેરી દવા પીવડાવી હતી.પત્નીએ દવા પીવાની મનાઈ કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેમજ પિતા અને તેમના દીકરા-દીકરીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજકોટના નાનામવા રોડ પર આવેલ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતાં બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકાદ વાગ્યે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. પિતાએ લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, 2.12 કરોડ દિનેશ અને ભાવિન લઇને જતા રહ્યાં છે. કમલેશભાઈના પત્નીનો આક્ષેપ છે કે, એસ. ડી વોરા વકીલના સંબંધીને કમલેશભાઈએ 1.20 કરોડમાં મકાન વેચ્યું હતું.માત્ર 20 લાખ આપી બીજી 1કરોડની રકમ ન આપી વકીલ વોરા દ્વારા ખોટા કેસ કરાવતા હોવાથી આ પગલુ ભર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
‘મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ. આ અંગે રાજકોટ પોલીસ દ્રારા કમલેશભાઈના પત્નીની પૂછપરછ હાથ ધરી તેમજ સૂસાઈડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


