Monday, December 23, 2024
Homeરાજ્યટ્રક ચાલક પાસેથી લાંચ લેનાર પોલીસકર્મીની જામીન અરજી રદ્દ

ટ્રક ચાલક પાસેથી લાંચ લેનાર પોલીસકર્મીની જામીન અરજી રદ્દ

- Advertisement -

ખંભાળિયાના પાદરમાં આશરે ચાર વર્ષ પૂર્વે ટ્રક ચાલક પાસેથી વાહન ડિટેઇન ન કરવા સબબ લાંચ લેતા વીડિયોમાં ઝડપાયેલા પોલીસ કર્મચારી સામે એસીબીની ફરિયાદ પરથી ધરપકડ પામેલા આ પોલીસ કર્મચારીની જામીન અરજી ખંભાળિયાની અદાલતે ફગાવી દીધી હતી. આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અરવિંદભાઈ લાલજીભાઈ નકુમ દ્વારા વર્ષ 2017માં ખંભાળિયા ટાઉન વિસ્તારમાં પોરબંદર બાયપાસ પાસે પસાર થતાં ટ્રકોને અટકાવી તેમના વાહન ડિટેઇન ન કરવાના બદલામાં લાંચની રકમ માગવામાં આવી હતી. બે ટ્રકના ચાલક પાસેથી રૂપિયા 600 ની લાંચ લેવા અંગેનો વિડીયો ટ્રક ચાલકો દ્વારા પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો.

- Advertisement -

જે સંદર્ભે તેઓ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરાતા મોબાઈલ વિડિયો અંગેની ખરાઈ, ખાતાકીય તપાસ તથા ગાંધીનગર એફએસએલના રિપોર્ટના આધારે ઉપરોક્ત પોલીસ કર્મચારી દ્વારા લાંચ માગવામાં આવી હોવાનું જાહેર થયું હતું. એ.સી.બી. પી.આઇ.ની ફરિયાદ પરથી ઝડપાયેલા ઉપરોક્ત પોલીસ કર્મચારી દ્વારા જેલમાંથી જામીન મુક્ત થવા માટેની અરજી કરવામાં આવતા આ અંગે અહીંના સરકારી વકીલ કમલેશભાઈ સી. દવે દ્વારા અદાલતમાં આ અંગેનો વિરોધ કરી, વિવિધ પ્રકારની દલીલો કરવામાં આવી હતી. જેને માન્ય રાખી, અહીંના એડિશનલ સેશન્સ જજ દ્વારા અરવિંદભાઈ લાલજીભાઈ નકુમની જામીન અરજી રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular