Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝબ્બે

જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝબ્બે

13,610નો મુદ્દામાલ કબ્જે: દિગ્વિજય પ્લોટ 61માંથી તીનપત્તી રમતા 6 શખ્સો ઝડપાયા: ખોજા નાકા પાસેથી ઘોડી-પાસાનો જુગાર રમતા બે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના દિ.પ્લોટ 58 મા જાહેરમાં ક્રિકેટનો જૂગાર રમાડતા શખ્સને પોલીસે રૂા.13610 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગર શહેરમાં દિ.પ્લોટ 61 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.21000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં ખોજાનાકા પાસેથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સોને રૂા.1800 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના દિ.પ્લોટ 58 મા ક્રિકેટનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન સંજય ઉર્ફે ચીનો ભોજુમલ જેઠવાણી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.11610 ની રોકડરકમ અને એક મોબાઇલ મળી કુલ રૂા.13610 નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને સંજય મોબાઇલમાં ક્રિકબઝ નામની એપ્લીકેશનમાં આઈપીએલ 20-20 માં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપીટલ વચ્ચે રમાતા મેચ ઉપર રનફેરનો જૂગાર રમાડતો હોય જેથી પૂછપરછ કરતા સંજય બાબુલ મો.72030 26384 અને 72030 26381 નામના શખ્સ પાસે કપાત કરાવતો હોવાની કેફીયત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં દિ.પ્લોટ 61 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન વિરલ મનસુખ નંદા, વિશાલ તુલસીદાસ હરબડા, દિપક મનજી ખીચડા, કલ્પેશ વાલજી માવ, ચંદ્રેશ કાંતિ શેઠીયા, દિપ કિશોર કટારમલ સહિતના છ શખ્સોને રૂા.21,000 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ખોજાનાકા પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા આદિલ કાસમ બ્લોચ, રીઝવાન ઉર્ફે ચીનો ગની ખીરા નામના બે શખ્સોને રૂા.1800 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં તેમજ આ દરોડા પૂર્વે યાસીન કાસમ ખીરા, સલીમ યુસુફ ખીરા અને અલી મકરાણી નામના ત્રણ શખ્સો નાશી ગયા હોય, જેની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular