ગુજરાતના કોરોના વાયરસના કપરા સમય વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુંઆંકમાં ઘટાડો થયો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,146 દર્દીઓ નોંધાયા છે જ્યારે 153 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર. 74.05 ટકા છે. ગુજરાતમાં ગઈકાલના રોજ ડાંગ જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા રાહતના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના ડાંગ જીલ્લામાં રવિવારના રોજ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. સાથે એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ પણ થયું નથી. અહીં ગઈકાલના રોજ 139 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. આ સાથે સાથે રાજ્યના 8 જીલ્લા એવા છે કે જ્યાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આ 8 જીલ્લામાં ખેડા, ગાંધીનગર, આણંદ, ગાધીનગર, ગીર સોમનાથ, તાપી, પોરબંદર, ડાંગનો સમાવેશ થાય છે.
રાજ્યમાં કોરોના સામેનો જંગ જીતવા માટે રસિકરણપ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,73,963 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,57,405 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,24,31,368 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.