“અપૂર્ણવિરામ” ટીમના વિવેક ભદ્રા સહીત ટીમ અને તેનાવ્યૂઅર્સ દ્રારા 2મે રવિવારના રોજ પોતાના ઘરે આંગણામાં કે કુંડામાં લીમડાનું કે અન્ય વૃક્ષ વાવીને વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જેમાં ખબર ગુજરાતે પણ સહભાગી થઇને લોકોને એક વૃક્ષ ઉગાડવાની અપીલ કરી હતી. આ કાર્યમાં સૌ કોઈ લોકોએ સહભાગી થઇ પોતાના આંગણે કે કુંડામાં એક વૃક્ષ વાવીને તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેયર કરી હતી.
પ્રકૃતિ અને માનવહિતના આ કાર્યમાં જામનગર, રાજકોટ,મુંબઈ, આસામ અને દિલ્હીથી પણ 200થી વધુ લોકો જોડાયા હતા. અને પોતાના ઘર આંગણે બાળકોથી માંડીને તમામ લોકોએ વૃક્ષ વાવીને પ્રકૃતિ તરફ પહેલ હાથ ધરી હતી. અપૂર્ણવિરામ દ્રારા કરવામાં આવેલ આ આયોજનને અનેક લોકોએ પ્રતિસાદ આપ્યો હતો.