જામનગર શહેરમાં નવાનગર હાઇસ્કૂલ પાસેથી પસાર થતા બાઇકસવારને આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે 27,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
દરોડા અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં નવાનગર હાઇસ્કૂલ ખાતેથી બાઇકમાં દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની હેકો સુરેન્દ્રસિંહ ચૌહાણને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એ. એસ. ગરચર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન પસાર થતા જીજે10બીએસ 6909 નંબરના એકટીવાને આંતરીને તલાશી લેતા ધીરેન ઉર્ફે માડમ હિમતલાલ ફલ નામના શખ્સના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દારૂની પાંચ બોટલો મળી આવતા એકટીવા અને દારૂ સહિત રૂા.27000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.