કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહેલ ભારત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે છત્તીસગઢ સ્વસ્થ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. દુર્ગ જીલ્લાના સરકારી હોસ્પિટલની મોટી લાપરવાહીને કારણે એક બે મહિનાની માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો છે.
2વર્ષની માસુમ બાળકી રુહી બુધવારના રોજ બીમાર પડતા તેના પરિવારજનો એક દિવસ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લેવા માટે ફરી રહ્યા હતા. બાદમાં રાત્રે દુર્ગ જીલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ડોકટરોએ તેને તપાસીને કોરોના પોઝીટીવ જાહેર કરી દીધી. બાદમાં બાળકીને વેન્ટીલેટરની જરૂર પડતા દુર્ગ સરકારી હોસ્પિટલમાં બાળકો માટે વેન્ટીલેટર ન હોવાનું કહી તેણીને ત્યાંથી રજા આપી દેવામાં આવી હતી. અને કોરોના પોઝીટીવની ચિઠ્ઠી બનાવીને રાયપુરની પંડેરી જીલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. 1કલાક બાદ પરિવારજનોએ ત્યાં ડોકટરો સાથે સંપર્ક સાધ્યા બાદ હોસ્પિટલ દ્રારા વેન્ટીલેટર આપવાની મનાઈ કરવામાં આવતા તેણીને રાયપુરની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ બેડ ન હોવાથી એમ્બ્યુલન્સમાં ડોકટરો રુહીની સારવાર કરવા માટે તૈયાર થયા અને ત્યાં સુધીમાં 2મહિનાની રુહીના શ્વાસ થંભી ગયા હતા.
હદ તો ત્યારે થઇ ગઈ જયારે રુહીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા અને ચાર કલાક બાદ પરિવારજનોના મોબાઈલમાં રુહીનો કોરોના રીપોર્ટ આવ્યો અને રીપોર્ટ નેગેટીવ હતો. રુહીને હોસ્પિટલમાં સારવાર ન મળવાનું એક કારણ કોરોના પોઝીટીવ જાહેર કરવામાં આવી એ પણ હતું. આમ તંત્રની ઘોર બેદરકારીના પરિણામે એક માસુમ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બાદમાં પરિવારજનોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.