જામનગર શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં જી.જી. હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ હાઉસફૂલ થઇ છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં ઓક્સિજન સુવિધા સાથેની 1000 બેડની કોવિડકેર સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. નાગરિકોને તેના દ્વારા કોરોનાની સારવારની સુવિધા મળી શકશે. જામનગરમાં રિલાયન્સ દ્વારા ડેન્ટલ કોલેજ ખાતે કોવિડ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરુ કરી દેવામાં આવ્યું છે. રવિવાર સુધીમાં 400 બેડની હોસ્પિટલ સંપૂર્ણપણે તૈયાર થઇ જશે. ત્યારબાદ 600 બેડની અન્ય સુવિધા ઉભી કરવામાં આવશે.
ડેન્ટલ કોલેજ સાથે ચાલતી કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરીનું રિલાયન્સના અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં વેઇટીંગ હોય, આ વધારાની સુવિધાથી કોરોના દર્દીઓને વ્હેલી તકે સારવાર મળી શકશે. આગામી બે દિવસમાં કોવિડ હોસ્પિટલ સંપૂર્ણપણે તૈયાર કરવા માટે રિલાયન્સના અધિકારીઓ દ્વારા 24 કલાક કામગીરી કરી સતત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ 400 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે.