Tuesday, December 24, 2024
Homeરાજ્ય"અમારી સામે કેમ જોવ છો" કહી, આધેડ પર હુમલો: આરંભડાનો બનાવ

“અમારી સામે કેમ જોવ છો” કહી, આધેડ પર હુમલો: આરંભડાનો બનાવ

સામા પક્ષે પણ પોલીસ ફરીયાદ નોંધાવાઈ

- Advertisement -

મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા રમેશ નારનભાઈ માંગલિયા નામના 52 વર્ષીય અનુસૂચિત જાતિના આધેડ પોતાની સાઇકલ લઇને બજારમાં નીકળ્યા હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા જેઠા લાધા અને કિશન જેઠા લાધા નામના બે શખ્સોએ “અમારી સામે કેમ જોવ છો?”- એમ કહી, લાકડી વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, માર મારતા આ બનાવ અંગે મીઠાપુર પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

જ્યારે સામા પક્ષે જેઠાભાઇ સજાભાઈ લઘા નામના  66 વર્ષીય વૃદ્ધે રમેશ માંગલીયા સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી તથા તેમનો પુત્ર મકાનની બહાર ઊભા હતા ત્યારે આરોપીએ ફરિયાદી જેઠાભાઈ તથા તેમના પુત્રને સામે જોવા બાબતે બોલાચાલી કરી લોખંડના સળીયા વળે પિતા-પુત્રને બેફામ માર મારી ઇજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપરોક્ત બનાવવા મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular