જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે જી.જી.હોસ્પિટલ પણ હાઉસફુલ ગઇ છે. જામનગર ઉપરાંત રાજકોટ-મોરબી, દ્વારકા-ખંભાળિયા સહિતના જિલ્લાઓમાંથી દર્દીઓ મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી રહ્યા છે. બહારગામથી આવતાં દર્દીઓના પરિવારજનોને રહેવા જમવાની મુશ્કેલી ન પડે તે માટે વિવિધ જ્ઞાતિઓ દ્વારા જી.જી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવતા દર્દીના પરિવારજનો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરમાં નીચે મુજબની જ્ઞાતિની જગ્યાઓ ખાતે દર્દીના પરિવારજનો માટે વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.